આખરે પોલીસ તાપસ બાદ કંઈ મળ્યુ નહિ

વડોદરા ફેમિલી કોર્ટ અને પી.ટી.સી કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરીને રક્તરંજિત કરવા નો ધમકી ભર્યો અંગ્રેજીમાં લખેલો એક પત્ર મળતા ચકચાર મચી ગઈ હતી,અને સવાર થી જ પોલીસ દ્વારા તાપસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો જોકે કોઈજ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહત નો શ્વાસ લીધો હતો.

family-court-1-558x420

વડોદરા ફેમિલી કોર્ટ અને પી.ટી.સી કોર્ટ ને મળેલા ધમકી ભર્યા પત્ર માં લખવામાં આવ્યુ છે કે 786 મિસ્ટર ડિસ્ટ્રિક્ટ જજ 7 સપ્ટેમ્બર 2016 સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક બની જશે, ફેમિલી કોર્ટ અને પી.ટી.સી કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થશે. તમે નિર્દોષ લોકોના મૃતદેહો નો નજારો જોશો.

family-court-2-558x420

હાફિઝ શેખ ના નામથી અંગ્રેજી માં લખાયેલા આ પત્ર થી વડોદરા પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કોવડ દ્વારા ફેમિલી કોર્ટ અને પી.ટી.સી પરિસરની તપાસ કરી હતી.અને ઝીણવટ ભરી તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે.ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ કોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળ્યો હતો.

14212791_1648168155403919_4997833231585449119_n