ભરૂચ સબ જેલમાં આકસ્મિક ચેકીંગ માં બે મોબાઈલ,ચાર સીમકાર્ડ સહિત ની અન્ય વસ્તુઓ મળી આવતા ચકચાર મચી ગઈ છે અને સબ જેલની સુરક્ષા ની વાતો સામે પ્રશ્નો ઉભા થયા છે.
ભરૂચ સબ જેલમાં તારીખ 7મી ના રોજ બુધવારે અમદાવાદ જેલર દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ,જેમાં સબ જેલ માંથી બે મોબાઈલ ફોન,4 સીમકાર્ડ,બેટરી,ચાર્જર,ગુટખા જેવી વસ્તુઓ મળી આવી હતી.જેના પગલે જેલ સત્તાધીશો સ્તબ્ધ થઇ ગયા હતા,અને આ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.
સબ જેલમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા હોવાના દાવા વચ્ચે જેલ માં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટના અંગે વિવિધ પ્રશ્નો ચર્ચાય રહ્યા છે.તેમજ આ મોબાઈલ,સીમકાર્ડ,બેટરી,ચાર્જર તેમજ ગુટખા જેલની અંદર સુધી કઇરીતે પહોંચ્યા તેમજ સિમકાર્ડનો ઉપયોગ થયો છે કે નહિ,સીમકાર્ડ ક્યા વ્યક્તિ ના નામે ઈશ્યુ કરવામાં આવ્યું છે સહિતની ઝીણવટભરી તપાસ પોલીસ કરી રહી છે.
બી ડિવિઝન ના પીએસઆઇ ગિલાતરે જણાવ્યુ હતુ કે સબ જેલમાં અમદાવાદ ના જેલરના આકસ્મિક ચેકીંગ માં જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી છે જે અંગે તાપસ કરવામાં આવી રહી છે.
