બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ધીમે ધીમે કંઇક અલગ અને ખાસ રીતે ફિલ્મોને પ્રમોટ કરવાની નવી માર્કેટીંગ સ્ટ્રેટેજી શીખી રહ્યા છે.
હાલમાં પોતાના બે ખાસ મિત્રોના ફિલ્મોનું પ્રમોશન કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કેટરિના કૈફ અને નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ માટે પ્રમોશન કર્યુ હતું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/unnamed-1-5.jpg)
તાજેતરમાં જ 50 વર્ષિય અભિનેતાએ ટ્વિટ કરીને કેટરિના કૈફની આવનારી ફિલ્મ ‘બાર બાર દેખો’ અને નવાઝુદ્દીન સિદ્દીકની ફિલ્મ ‘ફ્રિકી અલી’નું પ્રમોશન કર્યું હતું.
આ રીતે સલમાને પોતાની એક ટ્વિટ દ્વારા તેમના બંને મિત્રો કેટરિના કૈફ અને નવાઝુદ્દીન સિદ્દકીની ફિલ્મનું એક સાથે પ્રમોશન કરી દીધું.
