અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ ઓમકાર એક્ષોટીકા ખાતે ગણોશોત્સવ નિમિતે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુપ્રસિધ્ધ ભજન ગાયિકા ગીતાંજલિ રાયે સુરીલા અવાજથી સૌનું દિલ જીતી લીધુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/unnamed-1-6.jpg)
અંકલેશ્વરના જાણીતા ૐકાર ગ્રુપ દ્વારા આયોજિત ભજન સંધ્યાની શરૂઆત દેશ વિદેશમાં સુપ્રસિધ્ધ ભજન સંગીતની સુર સામ્રાજ્ઞી ગીતાંજલિ રાયે ગણેશ વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. ત્યારબાદ ઈશ્વરની પ્રાર્થના, ભજન અને ગઝલની રમઝટથી શ્રોતાઓ અભિભૂત થઇ ગયા હતા. ગણેશ વંદનાથી શરુ થયેલા ભજન સંધ્યામાં ગીતાંજલિ એ શ્રોતાઓ પાસે પણ ભજનનો રાગ છેડાવ્યો હતો, જેમાં લોકો પણ મનમુકીને ઝૂમી ઉઠયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/unnamed-15.jpg)
હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ, મન મોર બની થનગાટ કરે સહિત ગુજરાતી, હિન્દી ભજનનોની રમઝટ સાથે આજ જાને કી જીદના કરો, ગઝલ ના સૂરો થકી ગીતાંજલિએ અંકલેશ્વરવાસીઓને ભક્તિગીતના રસ માં તરબોળ કરી દીધા હતા.અને મોટી સંખ્યામાં શ્રોતાઓ એ ઉપસ્થિત રહીને મોડી રાત્રી સુધી મનભરીને ભજન સંધ્યા ની મોજમાણી હતી.
