અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકો ની સારવાર માટેના વિશેષ વોર્ડમાં બે દિવસમાં બાળકોના મોત નિપજતા ચકચાર મચી ગઈ હતી.

જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં હિંમતનગર ના 2,ગાંધીનગર ના 1 અને અમદવાદ ના જુદાજુદા વિસ્તાર માંથી નવજાત બાળકો ને NICU માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા,પરંતુ અપૂરતા વેન્ટિલેટર અને જરૂરી સારવાર ના અભાવે 6 નવજાત બાળકો મોત ને ભેટ્યા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

જોકે આ બાળકો પ્રી-મેચ્યોર અને મેજર હાઈરિસ્ક ધરાવતા હોવાથી મૃત્યુ પામ્યા હોવાનું હોસ્પિટલ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યુ છે.