ગુજરાતના શક્તિપીઠ અંબાજી માં ભાદરવી પુનમનો મેળો અને માતાજીના દર્શન અર્થે રાજ્યભર માંથી લાખો માઈ ભક્તો પગપાળા અંબાજી ખાતે પહોંચ્યા છે, રવિવારના રોજ

2,99,325 શ્રદ્ધાળુઓ એ માં અંબાના દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

બનાસકાંઠા જિલ્લામાં ભક્તિ,શક્તિ,અને શ્રદ્ધા ના ત્રિવેણી સંગમ અંબાજી માં ભાદરવી મહામેળા માં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.રાજ્યભર માંથી લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી ખાતે પહોંચતા ભક્તો નો મહાસાગર હિલોળા લઇ રહ્યો છે.

અંબાજીનું ભાદરવા પુનમ નું અનેરું મહત્વ રહેલું છે જેના કારણે ખાસ ભાદરવા માં ભક્તો માતાજીના દર્શન અર્થે હજારો કિલોમીટરની પદ યાત્રા ખેડીને અંબાજી પહોંચે છે, અને માતાજીના દર્શન કરીને પાવન બને છે.

અંબાજી ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવા માં આવી છે અને પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.