વીજ કંપની સામે રોષ વ્યક્ત કરી અલગ ફીડરની માંગ કરી

ભરૂચ જિલ્લા ના આમોદ તાલુકાના સરભાણ ગામ માં મળતા અપુરતા વીજ પ્રવાહ થી ગ્રામજનો પરેશાન થઇ ગયા છે, અને વીજ કંપની સામે રોષ વ્યક્ત કરી ને અલગ ફીડરની માંગ કરી રહ્યા છે.

89cb18ca-b7bf-4791-8f53-3523fa45388e

સરભાણ ગામ વિકાસ કમિટી દ્વારા આ અંગે આમોદ ડિજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેઓએ જણવ્યુ છે કે છેલ્લા છ મહિનાઓ થી વીજ તાર તૂટવા સહિતની ક્ષતિઓના કારણે અપુરતો વીજ પુરવઠો મળી રહ્યો છે, તેમજ અલગ સબ સ્ટેશન ની જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં વીજ કંપની દ્વારા અલગ ફીડર ફળાવવામાં આવ્યુ નથી.

તેમજ ટાઉન ફીડર મુજબ વીજબીલ ચુકવવમાં આવે છે તો અલગ ફીડર ફાળવવામાં આવતુ નથી. ઉપરાંત લાઈન મેન, વાયર મેન તેમજ હેલ્પર પણ સબ સ્ટેશન પર હાજર રહેતા ન હોવાના આક્ષેપો સાથે તેઓની બદલીની માંગ કરી છે.

ed917aec-adde-49e7-aebc-5c53a263b0c6

દસ દિવસમાં જો સરભાણના ગ્રામજનો ના પ્રશ્નોનું વીજ કંપની દ્વારા નિરાકરણ લાવવામાં નહિ આવે તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.