દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 67મો જન્મદિવસ છે. ત્યારે રાજકોટના વિરાણી બહેરા મુંગા શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ કેક કાપી ઉજવ્યો હતો. તો સાથો સાથ વડાપ્રધાનના અલગ અલગ ચિત્રો દોરી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/unnamed-9-6.jpg)
દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ચાર જુદી જુદી કેક કાપવામાં આવી હતી. ચાર કેક પૈકી એક કેક પર લખવામાં આવ્યુ હતુ હેપી બર્થડે ડિયર પ્રાઇમ મિનીસ્ટર. આ પ્રસંગે ઉપસ્થિતિ રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓ અને દિવ્યાંગોએ એક બીજાને કેક ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/unnamed-13-3.jpg)
વડાપ્રધાન મોદીજીના જન્મદિવસના પ્રસંગે શહેરના વિરાણી બહેરા મૂંગા સ્કૂલમાં યોજાયેલ સમારોહમા વિદ્યાર્થીઓ દ્વારા મોદીજીના અલગ અલગ ચિત્રો દોરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દોરવામાં આવેલ ચિત્રો જોઈ સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા.
