ઝગડીયા વિકાસ બચત ધિરાણ કરનારી સહકારી મંડળી લી.ના મેનેજર સામે રૂપિયા 1.18 કરોડની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

ઝગડીયા વિકાસ બચત ધિરાણ કરનારી સહકારી મંડળી લી. સ્થાનિક વેપારી ઓ અને લોકો માટે આશીર્વાદ રૂપ હતી, થોડાક વર્ષો થી આ મંડળી ખોટના ખાડામાં સપડાય હતી.જે મંડળી નું સ્પેશિયલ ઓડિટ કરવામાં આવતા રૂપિયા 1.18 કરોડની ઉચાપત થઇ હોવાનું બહાર આવ્યુ હતુ.જેમાં મેનેજર આલોક શાહ દ્વારા પોતાના પરિવારજનો ના નામ ના બચત ખાતા ખોલાવી ને તેમાં બેલેન્સ ન હોવા છતાં ઉપાડના વ્યવહારો બતાવવા માં આવ્યા હતા.વધુ માં 22 જેટલી ફિક્સ ડિપોઝીટ ના નાણાં પણ દસ્તાવેજી પુરાવા વગર ધિરાણ કરવામાં આવ્યા હોવા સહિતની ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.

જે સંદર્ભે સંસ્થાના પ્રમુખ જગદીશલાલ મોહનલાલ શાહ દ્વારા ઝગડીયા પોલીસ મથકમાં રૂપિયા 1.18 કરોડ ની ઉચાપત મેનેજર આલોક શાહ દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ દર્જ કરાવી છે. પોલીસે આરોપી ની ધરપકડ માટે ના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ઝગડીયા વિકાસ બચત ધિરાણ કરનારી સહકારી મંડળી લી.ના માત્ર મેનેજર જ નહિ પરંતુ સંસ્થાના અન્ય પદાધિકારીઓ પણ આ કૌભાંડ માં સંડોવાયા હોવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જે નિષ્પક્ષ પોલીસ તપાસ બાદજ હકીકત સામે આવશે તેવી ચર્ચાઓ પણ લોક મોઢે ઉઠવા પામી છે.