તાજેતરમાં કેગ દ્વારા કૃષિ આવક બતાવી ટેક્સ ચોરી પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેથી, કેગ દ્વારા કેન્દ્રને એગ્રીકલ્ચર આવક બતાવીને ટેક્સ માફી માંગનારાઓની યાદી મંગાવવામાં આવી છે.
નાણાં મંત્રાલયના ડેટા અનુસાર 2013-14 દરમિયાન ચાર લાખ લોકોએ કૃષિની આવક બતાવીને ટેક્સમાં માફી માંગી હતી.
તેથી, વર્ષ 2013-14માં 9,338 કરોડ રૂપિયાની કૃષિ આવકને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ માહિતી નવેમ્બર 2014 સુધી ટેક્સ રિટર્ન ભરનારની છે.
નાણાંકીય વર્ષ 2013-14માં કૃષિ આવક ટેક્સમાં છૂટ મેળવનારી 10 સંસ્થાઓનો 628 કરોડ રૂપિયાનો ટેક્સ માફ કરવામાં આવ્યો હતો.
