રવિવારની રાત્રિ એટલે કે બીજે નોરતે ગરબાના સમય દરમિયાન જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે રમઝટ બોલાવતા ગરબા મેદાનોમાં પાણી રેલાય હતા.

e082e51d-8df2-4750-ad9f-0226831d0071

રવિવારના દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ, અને બફારાનો અનુભવ પણ લોકોએ કર્યો હતો, જોકે મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, ભરૂચ જીલ્લા સહિતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજ વીજ સાથે વરસાદનું જોરદાર આગમન થયુ હતુ, જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી.વરસાદના કારણે ગરબા આયોજકો એ ગરબા બંધ રાખવાની ફરજ પડી હતી.

68f2f10b-7151-4f75-b50f-355745d2c690

વરસાદ થી ગરબા ગાયક વૃંદો એ પણ પોતાના મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સહિત સાઉન્ડ સિસ્ટમ ને વરસાદી પાણી થી બચાવવા માટે જહેમત ઉઠાવી પડી હતી.જયારે નાસ્તા ના સ્ટોલના વેપારીઓ ને વરસાદના કારણે આર્થિક ફટકો પડયો હતો.