ભરૂચ જિલ્લામાં રવિવારની રાત્રે ગાજવીજ સાથે વરસેલા વરસાદ થી ગરબા ગ્રાઉન્ડો માં નુકશાન થયુ હતુ.
ભરૂચ જિલ્લામાં તારીખ 2 ઓક્ટોબર રવિવવારે બીજા નોરતે વીજળી ના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો.અને વરસાદ ની રમઝટે ગરબા ગ્રાઉન્ડોમાં પાણી રેલાવી દીધા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/10/unnamed-9.jpg)
અણધાર્યા વરસાદના પરિણામે ભરૂચ અને અંકલેશ્વર માં ગરબા નું આયોજન કરતા આયોજકો નિરાશ થયા હતા,તેમજ વરસાદ થી ગરબા મેદાનો માં વરસાદી પાણી એ જમાવટ કરી હતી. વરસાદ થી લાઇટિંગ ડેકોરેશન, સ્ટેજ, ખાણીપીણી ના સ્ટોલ સહિત ના સાધન સામગ્રીને ભારે નુકશાન થયુ હતુ.
ગરબા આયોજકો દ્વારા વરસાદી સંકટે સર્જેલા નુકશાન ને ભુલી જઈને ગરબા ગ્રાઉન્ડો ખાતે યુધ્ધ ના ધોરણે સમારકામ હાથ ધર્યું હતુ.અને સોમવારની રાત્રીએ નિર્વિઘ્ને ગરબા યોજાશે તેવો આશાવાદ આયોજકોએ સેવ્યો હતો.તેમછતાં વરસાદ વરસશે કે નહિ તેવી ચિંતા પણ ગરબા આયોજકો માં જોવા મળી હતી.
