ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક કરીને ઉરી હુમલાનો બદલો લીધો તે સાથે જ સમગ્ર દેશમાં ભારતીય આર્મીની જય જયકાર થઇ ગઇ છે. ત્યારે બોલિવૂડના પીઢ અભિનેતા ઓમ પુરીએ દેશના સૈનિક વિરુદ્ધ નિવેદન આપીને વિવાદનો મધપૂડો છેડી દીધો છે.

જ્યારે ઓમપુરીને ચેનલના ઇન્ટરવ્યુમાં પાકિસ્તાની કલાકારોના સમર્થન અંગે કહેવામાં આવ્યું કે એક તરફ જ્યારે દેશના જવાનોના મનોબળને વધારવુ જોઇએ ત્યારે તમે પાકિસ્તાની કલાકારોને સપોર્ટ કરો છો. આ સવાલથી ઓમપુરી છંછેડાઇ ગયા હતા અને તેમણે કહી દીધું કે કોણે કહ્યું હતુ સૈનિકોને કે આર્મીમાં ભરતી થાય અને હથિયાર ઉઠાવે.

વધુમાં તેમણે જણાવ્યું કે ભારતે 15 થી 20 સ્યુસાઇડ બોમ્બર તૈયાર કરવા જોઇએ અને તેમને પાકિસ્તાન મોકલવા જોઇએ.

ઓમપુરીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ તેમની ભારે ટીકા થઇ રહી છે. ફિલ્મ મેકર અશોક પંડિત અને બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને ઓમ પુરીની વાતનો વિરોધ દર્શાવ્યો હતો. તેમજ લોક ગાયિકા માલિની અવસ્થી, અભિનેત્રી મીરા ચોપરાએ પણ ઓમ પુરીનો વિરોધ કર્યો હતો.