પાકિસ્તાનમાં નવાઝ શરીફ પાસે હવે તેની જ પાર્ટીમાંથી લોકો હાફિઝ સઇદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગણી કરી રહ્યા છે.

પાકિસ્તાનના ન્યુઝ પેપર ડોને બીબીસી ઉર્દૂના હવાલેથી લખ્યું હતું કે ગુરૂવારે પાકિસ્તાનમાં વિદેશી મામલાઓ અંગે નેશનલ એસેમ્બલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાકિસ્તાન મુસ્લીમ લીગ નવાઝના એક સાંસદે જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના સાંસદ રાણા મોહમ્મદ અફઝલે નવાઝ શરીફને પુછ્યું હતું કે આપણે સઇદ અફઝલને કેમ સાચવી રહ્યા છીએ? અફઝલે કાશ્મીર મુદ્દે પોતાના દેશને સાચો ઠેરવ્યો હતો. પરંતુ તે સાથે જ તેમણે વિશ્વ માટે પ્રતિબંધિત સંગઠન પાકિસ્તાન માટે દેશનું કારણ હોવાનું જણાવ્યું હતું. જોકે, હાફિઝે ડોનને મોકલેલા મેઇલમાં હાફિઝ વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહીને નકારી કાઢી હતી.