અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પ સોમવારનાં રોજ ભારત આવી હતી. આ દરમિયાન તેણે ભારત અને અમેરિકાનાં પ્રગતિશીલ સંબંધો પર વાત કરી. એક સફળ બિઝનેસમેનના રૂપમાં પોતાની ઓળખ ધરાવતી ઇવાંકા ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટ (GES)માં ભાગ લેવા માટે હૈદ્રાબાદમાં છે.

તેમણે કહ્યું કે મુલાકાતમાં વૈશ્વિક સ્તરે સૌથી મોટો પડકાર એ છે કે અમેરિકા, ભારત અને એટલે સુધી કે આખી દુનિયાના નાગરિકો માટે આર્થિક પ્રગતિ અને આર્થિક સંપન્નતાની તક ઉભી કરવામાં આવે. જેવી રીતે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાના લોકો માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, ઠીક એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતીય પ્રજા માટે આર્થિક તકને વધારવા માટે તનતોડ મહેનતની સાથે પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને તો અહીંની મહિલાઓ માટે.

GES પર ચર્ચા કરતાં ઇવાંકાએ ક્હ્યું કે એવું પહેલી વખત છે જ્યારે આ વર્ષે આ કાર્યક્રમમાં ભાગ લેનારમાં 50 ટકાથી વધુ મહિલાઓ હશે. હું આશા વ્યક્ત કરું છું કે આ વખતે GES 2017 વૈશ્વિક ઉત્સવ બને અને અહીં મહિલા આંત્રપ્રિન્યોર્સની પ્રગિતમાં અગત્યની કડી સાબિત થાય. જ્યારે મહિલાઓ શ્રેષ્ઠ કરે છે તો સમુદાય અને દેશ પણ આપમેળે જ પ્રગતિ કરે છે.