ભરૂચ શહેર ના ડુંગરી વિસ્તારની અવાવરું જગ્યા માં મુસ્કેટાટ રીતે બાંધીને રાખેલા ગૌવંશ મળી આવતા પોલીસે 4 જેટલા બળદોને મુક્ત કરાવ્યા હતા.
ભરૂચ ના ડુંગરી વિસ્તારમાં ઝાડી ઝાંખરા માંથી નિર્દયતા પૂર્વક બાંધી રાખવા માં આવેલ ગૌવંશ અંગે સ્થાનિકોને જાણ થઇ હતી.તેઓ દ્વારા આ અંગે ભરૂચ એ ડીવીઝન તેમજ બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ખાફ્લો દોડી આવ્યો હતો.અને બીનવારસી ગૌવંશ ને મુક્ત કરી પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે લઇ જવામાં આવ્યા હતા.
રહસ્યમય ઘટના માં ઝાડી ઝાંખરા માં ગૌવંશ બાંધી રાખવા પાછળનું કારણ શોધવા ઉપરાંત આ કૃત્ય કરનાર તત્વો ની શોધખોળની તપાસ પોલીસ ચલાવી રહી છે.
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/03/cow-chori-1.png)