દુર્ગુણોને ત્યજી ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરવાનો પર્વ.
હોળી – ધૂળેટી રંગોનો તહેવાર , મનુષ્ય જીવન મેઘધનુષ્યના રંગો રૂપી કલરફૂલ બની રહે અને એક બીજા પ્રત્યે પ્રેમ ભાઈચારો અતુટ રહે તેવા શુધ્ધ આશય સાથે ઉજવાતો પર્વ એટલે રંગોત્સવ.
બુધવારે હોળી પ્રગટાવવામાં નહિ આવે તેવી અસમંજસના કારણે તા 22મી મંગળવારની સંધ્યાએ પણ ઘણા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓએ હોળીકા દહન કર્યું હતું. જયારે તિથી મુજબ 23મી માર્ચ બુધવારના રોજ સાંજે પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે
શ્રધ્ધાળુઓ દ્વારા હોળીની પ્રદક્ષિણા કરીને તેમાં ધાણી , ચણા , ખજુર સહીત શ્રીફળ હોમીને દુર્ગુણોને ત્યજી ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરશે આ ઉપરાંત હોળીની ઉડતી જ્વાળાઓ પરથી ચોમાસું કેવું રહેશે તેમજ વર્ષ કેટલું ફળદાયી રહેશે તે પણ નક્કી થતું હોવાની લોકવાયકા છે
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)
