Connect Gujarat
ગુજરાત

ભરૂચના જવેલર્સની દુકાનના તાળા તોડી રૂપિયા 15.48 લાખ ના મુદ્દામાલની ચોરી કરી તરખાટ મચાવતા તસ્કરો.

ભરૂચના જવેલર્સની દુકાનના તાળા તોડી રૂપિયા 15.48 લાખ ના મુદ્દામાલની ચોરી કરી તરખાટ મચાવતા તસ્કરો.
X

360 ગ્રામ સોના અને 18 કિલો ચાંદી ના દાગીના સહીત સીસીટીવીનું DVR પણ ચોર ટોળકી ચોરી ને ફરાર.

jwellers 2

ભરૂચ શહેર ના દાંડિયા બજાર માં આવેલ આશાપુરા જવેલર્સના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને રૂપિયા 15.48 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઉપરાંત દુકાનનાં સીસીટીવી કેમેરાનું DVR પણ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચ શહેરના દાંડિયા બજારમાં આવેલ આશાપુરા જવેલર્સને રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી હતી. અને દુકાનની બાજુમાં આવેલ પ્રવેશ દ્વાર માંથી દુકાનના દરવાજાનો નકુચો તોડીને તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાન માંથી તસ્કરો 360 ગ્રામ સોનાના દાગીના તેમજ 18 કિલો ચાંદીના ઘરેણા મળીને કુલ રૂપિયા 15.48 લાખના મુદ્દામાલની ચોરી કરીને ચોર ટોળકી ફરાર થઇ હતી.

jwellers 4

આશાપુરા જવેલર્સ ના સંચાલક સંજય પારેખને ચોરી અંગે જાણ થતા તેઓએ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે તેઓની ફરિયાદ નોંધીને ઘટનાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સંજય પારેખ એ જણાવ્યું હતુ કે દુકાન માંથી નવા તેમજ જુના સોના ચાંદીના દાગીનાની ચોરી થઇ છે અને જે ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોધાવી છે.

jwellers 1

એ-ડીવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ધસુરા એ જણાવ્યું હતું કે આશાપુરા જવેલર્સની દુકાન માંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાની ચોરી સાથે સીસીટીવી કેમેરાનું DVR પણ ચોરી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા થોડાક દિવસથી જ્વેલર્સોની હડતાલ ચાલી રહી હતી તેથી આશાપુરા જવેલર્સ ની દુકાન પણ બંધ રહેતી હતી, પરંતુ સંજય પારેખ પોતાની દુકાનની સલામતી માટે અવાર નવાર દુકાન પર તપાસ અર્થે આવતા હતા અને તારીખ 27મી ની રાત્રે પણ તેઓએ દુકાન ની મુલાકાત લઇ ને શટરના તાળા તપસ્યા હતા પરંતુ ત્યાર બાદ રાત્રી એજ તસ્કરોએ તેઓની દુકાનને નિશાન બનાવી હતી.

ભરૂચ એ-ડીવીઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ડોગ સ્કવોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષપર્ટ ની મદદ પણ લીધી છે.

Next Story