anandi-big6લોક પ્રિય સીરીઅલ બાલિકા વધુમાં આનંદી નું પાત્ર ભજવીને નામ મેળવનાર પ્રત્યુષા બેનર્જી એ તા.1 અપ્રિલ 2016 ના રોજ બપોર ના સમયે પોતાના નિવાસ સ્થાનમાં ગળે ફાંસો ખાઈને જીવનલીલા સમાપ્ત કરી લીધી હતી.

24 વર્ષ ની યુવા ટીવી અભિનેત્રી ને સારવાર અર્થે કોકીલાબેન અંબાણી હોસ્પિટલ માં લઇ જવામાં આવી હતી ત્યાં હાજર તબીબો એ તેણીને મૃત જાહેર કરી હતી.

અભિનેત્રીના આ અંતિમ પગલા સંદર્ભે પોલીસ તપાસ કરી રહી છે,તેની પાસે હાલમાં કોઈ ખાસ કામ ન હોવાથી આર્થિક તંગી અને અંગત સંબંધો માં ખચકાટ પ્રત્યુષા એ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.