ટ્રેનની એડવાન્સ ટીકીટ બુકિંગ ની અવધી માં પણ વધારાનો અમલ શરુ.
ભારત સરકારના રેલવે વિભાગે બજેટ માં રેલવે યોજનાઓની જાહેરાતો કરી હતી.જેમાં પાંચ વર્ષ થી બાર વર્ષ સુધીના બાળકોને અડધી ટીકીટ પર આખી બર્થ મળતી હતી જે હવે નહિ મળે.હા જોકે અડધી ટીકીટ તો મળશે પરંતુ બર્થ નહિ મળે.આ નિયમ 22મી એપ્રિલ થી અમલ થશે.જયારે સીનીયર સિટીઝન્સ અને ગર્ભવતી મહિલાઓ માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ સુવિધાની જાહેરાત કરી છે.
1લી એપ્રિલ થી સીનીયર સિટીઝન્સ અને ગર્ભવતી મહિલાઓ માટે લોઅર બર્થનો કોટા વધારીને 50ટકા કરવામાં આવ્યો છે.દરેક ટ્રેનમાં વૃદ્ધો માટે 80 થી 90 સીટ રીઝર્વ રહેશે.તેમજ ગર્ભવતી મહિલાઓ માટે 6 લોઅર બર્થ રીઝર્વ રખાશે.થર્ડ એસી અને સેકન્ડ ક્લાસ એસી કોચમાં પણ ગર્ભવતી મહિલાઓ માટે ત્રણ સીટ રીઝર્વ રખાશે.
ઉપરાંત એડવાન્સ માં ટ્રેન ની ટીકીટ બુકિંગ કરાવવાના સમય માં 60 દિવસ થી વધારીને 120 દિવસ કરવામાં આવ્યો છે.તેમજ 139 નંબર ડાયલ કરીને ટીકીટ મુસાફરો કેન્સલ કરાવાણી યોજના નો અમલ પણ શરુ થયો છે.
