ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે ઝીણવટ ભરી તપાસ શરુ કરી.
અંકલેશ્વર વાલિયા ચોકડી પાસેના સુપર આર્કેડ માંથી 100કિલો ઉપરાંતના ગાંજા ના જથ્થા સાથે 3 યુવકોની પોલીસે ધરકડ કરી હતી,આ નશીલો પદાર્થ ઓરીસ્સા થી લાવીને ગુજરાત ભરમાં સપ્લાય કરવાનું આયોજન હોવાનું પોલીસ જણાવી રહી છે.
તારીખ 4 એપ્રિલ ના રોજ ભરૂચ એસઓજી તેમજ અંકલેશ્વર શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે આવેલ સુપર આર્કેડની દુકાન નંબર એફ 15 માંથી 100 કિલો ઉપરાંત ના ગાંજાના જથ્થા સાથે નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર ના ઓરપા ગામના ત્રણ સગા ભાઈઓ યોગેશ તડવી,નરેશ તડવી,અને ગણેશ તડવીની ધરપકડ કરી હતી.રૂપિયા 6.25 લાખ ઉપરાંતના આ ગાંજાનો જથ્થો પોલીસે જપ્ત કરીને શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.
નશીલા પદાર્થ ના પર્દાફાશ કરનાર ભરૂચ એસઓજી પોલીસના સબ ઇન્સ્પેકટર પી.એન.પઢીયારે માહિતી આપતા જણવ્યું હતું કે આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાના ભાસ્કર અને રાહુલ નામ ના વ્યક્તિઓએ ત્રણેય આરોપીઓને પહોંચાડ્યો હતો અને ગુજરાતના ભરૂચ,નર્મદા,વડોદરા,અમદાવાદ સહિતના જીલ્લા ઓમાં સપ્લાય કરવાનું આયોજન આરોપીઓનું હતું.
આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી છે અને ઘટનાની તપાસ ભરૂચ એલસીબી પોલીસ કરી રહી છે.વધુમાં ગાંજાનો જથ્થો ગુજરાત અંકલેશ્વર સુધી કઈ રીતે આવ્યો તેમજ ઓરિસ્સા ના સપ્લાયરો સિવાય પણ અન્ય કેટલા શખ્સો આ નશીલા પદાર્થ ના રેકેટમાં સામેલ છે તે અંગે ની તપાસ પણ પોલીસ કરી રહી છે.
