રાજ્ય સરકારની 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવાની મહત્વ કાંક્ષી યોજનાનો જીલ્લાના 2 લાખ કરતા વધુ પરિવારોને લાભ મળશે.

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તા – 6 એપ્રિલ થી રાજ્ય સરકારની 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવાની મહત્વ કાંક્ષી યોજના “માં અન્નપુર્ણા” નો રાજ્ય વ્યાપી પ્રારંભ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ના હસ્તે કરવામાં આવ્યો છે.

3d966030-333a-4877-83a7-4dacc113f69b

ભરૂચ જીલ્લામાં 2 લાખ ઉપરાંત કુટુંબોને આ યોજનાનો લાભ મળશે તેમજ અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ દર માસે 35 કિલો અનાજ, અગ્રતા ધરાવતા પરિવારોને વ્યક્તિ દીઠ દર માસે 5 કિલો અનાજ મળશે.આ યોજનાથી એક સભ્યના પરિવારને 5 કિલો , 5 સભ્યના પરિવારને 25 કિલો, સાત સભ્યોના પરિવારને 35 કિલો, આઠ સભ્યોના પરિવારને 40 કિલો, નવ સભ્યોના પરિવારને 45 કિલો અને 10 સભ્યોના પરિવારને 50 કિલો અનાજ મળતું થશે.

b4a927a8-e258-400b-8191-16d01aed5cb5

આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ,ઈશ્વર પટેલ,અરુણસિંહ રણા,ભરૂચ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે,જીલ્લા પોલીસવડા સંદીપસિંગ સહિતના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.