Connect Gujarat
દુનિયા

વિશ્વ આરોગ્ય દિન,W.H.O દ્વારા "BEAT THE DIABETES"નું સૂત્ર આપવામાં આવ્યું.

વિશ્વ આરોગ્ય દિન,W.H.O દ્વારા BEAT THE DIABETESનું સૂત્ર આપવામાં આવ્યું.
X

મધુપ્રમેહ નો વધતો વ્યાપ ખુબજ ચિંતા જનક.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (W.H.O) દ્વારા દર વર્ષે 7મી અપ્રિલે વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે,અને આ દિવસે લોકોને બીમારી થી રક્ષણ હેતુ સૂત્ર આપીને ગંભીર તેમજ લાંબી બીમારી સામે સાવચેતી રૂપ સૂચનો થકી લોક જાગૃતતા લાવવાનાં પ્રયત્નો કરવામાં આવે છે.

7મી એપ્રિલ ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા W.H.O દ્વારા આ વર્ષે "BEAT THE DIABETES" એટલે કે ડાયાબિટીસ ને હરાવો નું સૂત્ર આપવામાં આવ્યું છે.ભાગદોડ વાળી જિંદગી,અનિયમિત જમવાનું તેમજ બેઠાળુ જીવન,સ્ટ્રેસ ના પરિણામે હાલમાં ડાયાબિટીસનાં દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.

આધુનિક સમય માં લોકોની સુખાકારી વધી,સાધન સામગ્રી ઓ વ્યવસ્થા જરૂર વધી છે પરંતુ બીજી તરફ જોઈએ તો બીમારીના ઘર પણ વધી રહ્યા છે,અને હવે ડાયાબિટીસના દર્દી ની તો કોઈ નવાઈ રહી નથી,કારણકે વૃધ્ધો તો ઠીક પરંતુ યુવાનો પણ મધુપ્રમેહ ની ઝપેટમાં આવી ગયા છે.જયારે બાળકો પણ ડાયાબિટીસમાં સપડાયા હોવાના ઉદાહરણો જોવા મળે છે.

ebc9334b-8033-4f53-a398-ae77748bbc8a

તબીબોના મતે ડાયાબિટીસનું પ્રમાણ વધવા પાછળ અત્યારની જીવનશૈલી મુખ્યત્વે જવાબદાર છે,કારણકે યુવાનોમાં પણ શારીરિક પ્રવૃત્તિ નો અભાવ,અને બેઠાળુ જીવનશૈલી ડાયાબિટીસને જીવનમાં સ્થાન આપે છે.આ ઉપરાંત પરિવારમાં વારસાગત ડાયાબિટીસ હોયતો ટાઇપ-2 પ્રકારનો ડાયાબિટીસ દર્દીનાં દીકરા કે દીકરીઓમાં થવાની શક્યતાઓ વધી જાય છે.

ડાયાબિટીસની આડઅસર જોઇએતો લોહીમાં ગ્લુકોઝનું ઉંચુ પ્રમાણ શરીર ના અવયવો જેમકે આંખ,હ્રદય,કીડની,તથા પગ ને અસર કરે છે,તેમજ લકવો,કીડની ફેલ થવી,અંધાપો,ગેંગરીન,હ્રદય રોગ,જેવા રોગો થવાની શક્યતાઓ દર્દીમાં વધી જાય છે.

નિષ્ણાંત તબીબ જણાવે છે કે ડાયાબિટીસને દર્દીના લોહીમાંથી મટાડવો તો શક્ય નથી પરંતુ ઓછુ ખાય ને વધુ ચાલીને ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે.ઉપરાંત પોતાને ગમતી હળવી કસરત,યોગ,મેડીટેશન તેમજ રોજ નિયમિત ચાલવાની પ્રક્રિયા થકી પણ ડાયાબિટીસને અંકુશ માં રાખી શકાય છે,સાથે સાથે નિયમિત ડાયાબિટીસ ચેકઅપ તેમજ તબીબી સલાહ થકી દર્દી હેલ્થી રહી શકે છે,અને ડાયાબિટીસના દર્દીઓ માટે જીવનમાં નિયમિતતા લાવવી ખુબજ જરૂરી છે,આ ઉપરાંત દારૂ,ધુમ્રપાન સહીત ના વ્યસનો થી દુર રહેવાની સલાહ પણ નિષ્ણાંતો આપી રહ્યા છે.

Next Story