Connect Gujarat
ગુજરાત

સુરત અને ભાવનગરની સિવિલ હોસ્પિટલને આધુનિક સુવિધાથી સજજ કરાશે.

સુરત અને ભાવનગરની સિવિલ હોસ્પિટલને આધુનિક સુવિધાથી સજજ કરાશે.
X

કેન્દ્ર સરકારનાં સહયોગથી રૂ. ૪૦૦ કરોડનાં ખર્ચે સરકારી હોસ્પીટલની કાયાકલ્પ કરવાનાં પ્રોજેક્ટને મંજુરી મળી.

રાજયની સુરત તેમજ ભાવનગર ખાતેની સિવિલ હોસ્પીટલની કાયાકલ્પ કરી તેને અત્યાધુનિક સાધનોથી સજજ કરવાનાં પ્રોજેક્ટને મંજુરી મળી ગઈ છે, જેમાં કેન્દ્ર સરકારનાં સહયોગથી રૂ. ૪૦૦ કરોડનાં ખર્ચે સરકારી હોસ્પીટલને સુવિધા – સભર બનાવવામાં આવશે.

રાજયમા સુપર સ્પેશ્યાલિટીની તબીબી સેવાઓનો લાભ લોકોને સરળતાથી અને ગુણવત્તા યુકત મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સુરત સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન સર.ટી.હોસ્પીટલમાં આધુનિક તબીબી સાધનો, MRI, સીટી સ્કેન , લીનીયર એક્ષીલરેટર વગેરે ખરીદવા માટે કે જે દર્દીઓની સુવિધા માટે ઉપયોગમાં લેવાશે અને જેના માટે સુપર સ્પેશ્યાલિટી બિલ્ડીંગનું બાંધકામ પણ કરવામાં આવશે. આ કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા બન્ને હોસ્પીટલો મળીને કુલ રૂ. ૩૨૦ કરોડની સહાય ફાળવવામાં આવી છે, જયારે રાજય સરકારનાં ૮૦ કરોડનાં ખર્ચે બન્ને સિવિલ હોસ્પીટલોની કાયાકલ્પ કરવામાં આવશે.

Next Story