અમદાવાદથી મુંબઇ માત્ર બે કલાકમાં પહોંચી શકાય તે માટે બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના છે. આ યોજના માટે 97,636 કરોડ રૂપિયાની લોન પણ લેવામાં આવી છે.
ત્યારે અમદાવાદ IIM-Aના વિદ્યાર્થીઓએ રસપ્રદ તારણ કાઢ્યુ છે. જેમાં રોજના કેટલા મુસાફરો મુસાફરી કરે તો લીધેલી લોન ચૂકવી શકાય અથવા રોજની કેટલી સર્વિસ થાય તો લોન ચૂકવવી શક્ય બને.
જાપાને આપેલી લોન બુલેટ ટ્રેન શરૂ થયાના 16 વર્ષ બાદ ચૂકવવાની થશે. ત્યારે અમદાવાદ IIMના વિદ્યાર્થીઓના તારણ અનુસાર બુલેટ ટ્રેનનો ખર્ચ કાઢવા માટે રોજના 88,000થી માંડીને 1,18,000 પેસેન્જરોની સવારી લઇ જવી પડશે.
