Connect Gujarat
દુનિયા

બુધવારથી આકાશમાં રચાશે આતશ બાજી જેવી ઘટના

બુધવારથી આકાશમાં રચાશે આતશ બાજી જેવી ઘટના
X

વિશ્વવભરમાં ઉલ્કા વર્ષનો નજારો જોવા મળશે.

ખગોળીય ઘટના નિહાળવી,તેના વિષે જાણવું સમજવું ખુબજ ઉત્તેજના સભર બની જાય છે.સામાન્ય રીતે દર વર્ષે લાયરીડસ ઉલ્કા વર્ષા 16 એપ્રિલથી 25 એપ્રિલની વચ્ચે જોવા મળે છે.

આ વર્ષે વિશ્વભરમાં તેની શરૂઆત 21 એપ્રિલથી થશે પરંતુ 22 એપ્રિલ અને 23 એપ્રિલે ઉલ્કા વર્ષાનો નજારો અદભૂત હોવાનો માનવામાં આવી રહ્યું છે. આ અદભૂત ખગોળીય ઘટનાને આકાશમાં નિહાળવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ઉલ્કા વર્ષા નિહાળવા માટે મધ્યરાત્રિથી વહેલી સવારનો સમય શ્રેષ્ઠ હોય છે.

આ સમયે પ્રતિ કલાકે 15થી 100 ઉલ્કાઓ પડતી સ્પષ્ટપણે દેખાઇ આવે છે. આ ઘટનાને જોઇ દિવાળીની આતિશબાજીની યાદ તાજી થઇ જાય છે. ત્યારે રાજ્યમાં પણ આ ઘટનાને નિહાળવા ખગોળ વિજ્ઞાન વિભાગ તરફથી અપીલ કરવામાં આવી રહી છે.

Next Story