ગાંધીનગર ખાતે મળેલી ભાજપની કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.ગુજરાત સરકારે જનરલ કેટેગરીના લોકો માટે આર્થિક અનામત આપવાની જાહેરાત કરી છે. આ અંગેનું નોટિફિકેશન 1લી મેએ ગુજરાત સ્થાપના દિને જાહેર કરાશે.
આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે જનરલ કેટેગરીના લોકોને આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવામાં આવશે. જે પરિવારોની વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી હશે તેમને આ ખાસ ક્વોટા હેઠળ અનામતનો લાભ મળશે. સરકારી નોકરી અને એડમિશનમાં આર્થિક ક્વોટા હેઠળ અનામતનો લાભ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં જે 49 ટકા અનામત છે તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહી. આર્થિક રીતે પછાત જનરલ કેટેગરી માટે અલગથી 10 ટકાનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/cm-2-1024x678.jpg)