અંકલેશ્વર ખાતે કાર્યરત સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્ષ ઓફિસનું સ્થળાંતર કરીને ભરૂચ શહેર નાં સ્ટેશન રોડ પર આવેલ આર.કે.કાસ્ટા કોર્પોરેટ હાઉસ ના બીજા માળે નવી કસ્ટમ્સ,એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્ષ કમિશનરેટ ઓફિસ તૈયાર કરવામાં આવી છે.
આ ઓફિસને વિધિવત રીતે કાર્યવિંત કરવા માટે તારીખ 4 મે બુધવાર ના રોજ સાંજે 4:30 કલાકે સેન્ટ્રલ એક્સાઈઝ વડોદરા ઝોન ના ચીફ કમિશનર અરવિંદ સિંગ ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ચીફ કમિશનર અરવિંદ સિંગે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશ નાં મહેસુલ આકારણી માં મહત્વ નું યોગદાન રહ્યું છે ત્યારે ભરૂચ ની એક્સાઈઝ ઓફિસ થી ઉદ્યોગ ગૃહો ને એક્સાઈઝ ને લગતી કામગીરી માં સાનુકુળતા રહેશે.આ પ્રસંગે સેન્ટ્રલ એક્સાઈઝ ના અધિકારીઓ,કર્મચારીઓ,સહિત ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ના એક્સાઈઝ કમિશનર વિજય કલસી એ આ પ્રસંગે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
