Connect Gujarat
દુનિયા

આજે આંતરરાષ્ટ્રીય જાગૃતતા દિવસ

આજે આંતરરાષ્ટ્રીય જાગૃતતા દિવસ
X

ક્રોનિક ઇમ્યુનોલોજીકલ અને ન્યુરોલોજીકલ રોગો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે 12 મેના રોજ ઇન્ટરનેશનલ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે.

સૌપ્રથમ 1992માં આ દિવસ મનાવવામાં આવ્યો હતો. CIND (ક્રોનિક ઇમ્યુનોલોજીકલ અને ન્યુરોલોજીકલડિસીઝ)માં ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ, ફાઇબ્રોમાલ્જીયા, ગલ્ફ વોર સિન્ડ્રોમ તેમજ મલ્ટીપલ કેમિકલ સેન્સિટીવીટી સિન્ડ્રોમનો સમાવેશ થાય છે.

CIND અંગે જાગૃતતા ફેલાવવા માટે 12મેની પસંદગી કરવામાં આવી કારણકે આ દિવસે ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો. તેઓ આધુનિક નર્સિગના પ્રણેતા કહેવાય છે. રાત્રે લેમ્પ લઇને તેઓ ઘાયલ સૈનિકોની સેવા કરવા જતા હતા તેથી તેઓ 'લેડી વિથ લેમ્પ' તરીકે પણ જાણીતા થયા હતા. ફ્લોરેન્સ નાઇટિંગલ પણ આ બિમારીથી પીડાતા હતા તેવું માનવામાં આવે છે.

દર વર્ષે આ દિવસે ઘણી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેથી આવા રોગો અંગે લોકોમાં વધુમાં વધુ પ્રમાણમાં જાગૃતતા ફેલાય.

Next Story