દર વર્ષે 1977થી 18મેના રોજ વર્લ્ડ મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવે છે. મ્યુઝિયમ આપણા માટે કેટલા મહત્વના છે તે અંગે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
મ્યુઝિયમ એક એવું સ્થળ છે જ્યાં ભૂતકાળનું મિલન વર્તમાન સાથે થાય છે. જે તે માનવ સંસ્કૃતિના ભવ્ય વારસાની નિશાનીઓ સમાયેલી છે. મ્યુઝિયમ ભૂતકાળને શબ્દો વિના વર્ણવે છે, તેને જીવંત કરે છે. મ્યુઝિયમમાં ઘણી વાર્તાઓ સંગ્રહાયેલી પડી છે.
વર્લ્ડ મ્યુઝિયમ ડે પર ભારતના 5 જાણીતા મ્યુઝિયમની માહિતી
- નેશનલ મ્યુઝિયમ, દિલ્હી
દિલ્હીમાં આવેલું નેશનલ મ્યુઝિયમ ભારતનું સૌથી મોટુ મ્યુઝિયમ છે. જેમાં પ્રાચીન ચીજવસ્તુઓથી માંડીને આધુનિક કલાની સામગ્રીનો સંગ્રહ કરવામાં આવેલો છે. નેશનલ મ્યુઝિયમની ભવ્ય બિલ્ડીંગ સિંધુ સંસ્કૃતિ અને મુઘલ સામ્રાજ્યની યાદ અપાવે છે.
2. ધ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઇ
ભારતના મોટા મ્યુઝિયમમાંથી એક ધ પ્રિન્સ ઓફ વેલ્સનો પણ સમાવેશ થાય છે. આ મ્યુઝિયમનું નામ બદલીને શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય રાખવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં કલા, સ્થાપત્ય, જૂના હથિયારો, જૂના સિક્કા અને અનમોલ એન્ટિક ચીજોનું કલેક્શન રાખવામાં આવેલું છે.
3. ઇન્ડિયન મ્યુઝિયમ, કલકત્તા
કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમનો સમાવેશ પણ ભારતના પ્રસિદ્ધ મ્યુઝિયમમાં થાય છે. તેમજ તેનો દુનિયાના સૌથી જૂના નવ મ્યુઝિયમમાં પણ સમાવેશ થાય છે. કોલકત્તાને મ્યુઝિયમોની ભૂમિ પણ કહેવાય છે. કારણકે ત્યાં 7 જેટલાં મ્યુઝિયમ આવેલા છે.
- સાલર જંગ મ્યુઝિયમ, હૈદરાબાદ
હૈદરાબાદની 7 અજાયબીઓમાં સાલર જંગ મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે. સાલર જંગ મ્યુઝિયમ હાથીદાંતની ચીજો માટે તેમજ માર્બલના શિલ્પો માટે જાણીતું છે. આ મ્યુઝિયમ દુનિયાના સૌથી મોટા વન મેન કલેક્શન તરીકે પણ જાણીતું છે.
- ધ સેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, અમદાવાદ
આ મ્યુઝિયમ તેની વિશિષ્ટતા અને પ્રાચીનતા માટે ઓળખાય છે. ધ સેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલનો સમાવેશ દુનિયાના સૌથી ફાઇન ટેક્સટાઇલ મ્યુઝિયમમાં થાય છે. આ મ્યુઝિયમ લાકડાની સુંદર કોતરણીવાળી હવેલીમાં આવેલું છે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/1-3.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/2-4.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/3-4.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/4-3.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/5-1.jpg)