એપલના સીઇઓ ટિમ કુક ભારતની તેમની પહેલી મુલાકાતે આવેલા છે. તેમણે બુધવારે મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા. જ્યાં તેમની સાથે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ જોડાયા હતા.
મીડિયા રિપોર્ટસ મુજબ બુધવારે સાંજે શાહરૂખ ખાને ટિમ કુક માટે તેના નિવાસ્થાને ડિનરનું આયોજન કર્યું છે જેમાં બોલિવૂડ સહિતની હસ્તીઓ હાજર રહેશે. ટિમ કુક શનિવારે વડાપ્રધાન મોદીની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. અગાઉ તેઓ મોદીને સપ્ટેમ્બરમાં સિલિકોન વેલી ખાતે મળ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)
