શહેર પ્રમુખને હોદ્દા પરથી દુર કરવાની વાત થી કમળ ના પાંદળા વિખેરાયા

ભરૂચ શહેરમાં વધેલી ગરમી ના પ્રકોપ વચ્ચે બીજેપી નો ઉકળતો ચરૂ પણ ઉભરાયો છે,અને જીલ્લા પ્રમુખ દ્વારા શહેર પ્રમુખને હોદ્દા પરથી રાજીનામું આપી દેવા માટે જણાવવા માં આવતા પક્ષ ની આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે.

mXWRbLGM

ભરૂચ ભાજપ જીલ્લા પ્રમુખ યુગેશ પટેલે શહેર પ્રમુખ અનિલ રાણા પાસે રાજીનામુ માંગ્યું હોવાનું વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.જેના કારણે ભાજપમાં ભવાઈ શરૂ થઇ છે.પોતાના હોદ્દા ને સલામત રાખવા માટે અનિલ રાણા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર દરબાર માં પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.જોકે આ અંગે હાલ પક્ષ માંથી કોઈજ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.