Connect Gujarat
દુનિયા

આજે બ્રિટિશ મૂળના ભારતીય લેખક રસ્કિન બોન્ડનો જન્મદિન

આજે બ્રિટિશ મૂળના ભારતીય લેખક રસ્કિન બોન્ડનો જન્મદિન
X

બ્રિટિશ મૂળના ભારતીય લેખક રસ્કિન બોન્ડનો જન્મદિન છે. તેમનો જન્મ 19મે, 1934માં હિમાચલ પ્રદેશમાં થયો હતો.

રસ્કિનના પિતાનું નામ એડિથ ક્લેર્ક અને માતાનું નામ ઓબ્રે બોન્ડ હતું. રસ્કિન જ્યારે 4 વર્ષના હતા ત્યારે તેમની માતાએ પંજાબી હિન્દુ હરિ સાથે બીજા લગ્ન કર્યા હતા. રસ્કિને તેમનું બાળપણ ગુજરાતના જામનગર, શિમલા અને દહેરાદૂનમાં પસાર કર્યું છે. તેમના પિતાના અવસાન બાદ તેઓ અભ્યાસ માટે લંડન ગયા હતા.

રસ્કિને તેમની પ્રથમ ટૂંકી વાર્તા 'અનટચેબલ' માત્ર 16 વર્ષની ઉંમરે લખી હતી. તેમની પહેલી નવલકથા 'ધ રૂમ ઓન ધ રૂફ' હતી. તેઓ 17 વર્ષના હતા ત્યારે તેમણે પોતાની પ્રથમ નવલકથા લખી હતી. જ્યારે તેમની ઉંમર 21ની થઇ ત્યારે 'ધ રૂમ ઓન ધ રૂફ' પબ્લિશ થઇ હતી.

રસ્કિને છેલ્લા 50 વર્ષમાં દરેક ફોર્મમાં લખ્યું છે. જેમાં નવલકથા, ટૂંકી વાર્તાઓ, ફિક્શન, રોમાન્સ, ઓટોબાયોગ્રાફિકલ વગેરેનો સમાવેશ થાય છે.

રસ્કિનની રચનાઓ પરથી કેટલીક ફિલ્મો પણ બની છે. જેમાં 1978માં આવેલી ફિલ્મ 'જૂનૂન' જે રસ્કિનની 'અ ફ્લાઇટ ઓફ પિજીયન' પર આધારિત હતી. 2007માં વિશાલ ભારદ્વાજે રસ્કિનની બાળકો માટેની નવલકથા પરથી 'ધ બ્લૂ અમ્બ્રેલા' બનાવી હતી. જેને શ્રેષ્ઠ બાળકોની ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેઓ ફિલ્મ 'સાત ખૂન માફ'માં પ્રિયંકા સાથે કેમિયો કરતા પણ નજરે પડ્યા હતા. આ ફિલ્મ પણ તેમની ટૂંકી વાર્તા 'સુસન્નાઝ સેવન હસબન્ડ' પર આધારિત હતી.

રસ્કિન બોન્ડને ભારત સરકારે 1999માં પદ્મશ્રી અને 2014માં પદ્મ ભૂષણ એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું.

Next Story