આજે મોદીએ 20મી વાર મનકી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું છે. આ વખતે મનકી બાતમાં મોદીએ તાપમાન અને પાણીની સમસ્યા, બેકિંગ પ્રણાલી અને રિયો ઓલિમ્પિક વિશે વાત કરી હતી.
દેશમાં વધતા જતા તાપમાન અંગે ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ચોમાસામાં વિલંબને કારણે ચિંતામાં વધારો થયો છે અને આપણે ખુદ જ પ્રકૃતિનો વિનાશ નોતર્યો છે. તેમણે કહ્યું કે વૃક્ષોની માત્રા ઘટવાથી સમસ્યાઓ શરૂ થઇ છે. મોદીએ કહ્યું હતું કે પાણી એ પરમાત્માનો પ્રસાદ છે. જો તેનું એક ટીપું પણ બરબાદ થાય તો ચિંતા થવી જોઇએ. તેમજ ચોમાસા દરમિયાન જળ સંરક્ષણ કરાવાની અપીલ કરી હતી.
બેકિંગ પ્રણાલી અંગે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ કેશલેસ સોસાયટી તરફ આગળ વધી રહ્યું છે. મોબાઇલ દ્વારા નાણાંની લેવડ-દેવડ આસાન બની છે.
મોદીએ લોકોને કહ્યું હતું કે 1922 પર કોલ કરીને તેમની મનકી બાત સાંભળી શકાશે. મનકી બાત પૂર્ણ કરતા પહેલાં તેમણે પાણીની વાત યાદ રાખવા લોકોને અપીલ કરી હતી.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/save-water.jpg)