મુંબઇના ડોમ્બિવલી વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીના બોઇલર યુનિટમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત થયા છે જ્યારે 30 લોકોના ઘાયલ થયા છે.3

એક ન્યૂઝ વેબસાઇટ મુજબ MIDCના ફેઝ-2માં આવેલી હરબર્ટ બ્રાઉન કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેની ગરમી 3.4 કિમીના ડાયામીટરમાં અનુભવાતી હતી. તેના કારણે આસપાસના રહિશોના ઘર અને ઓફિસોની બારીઓના કાચ અને દરવાજા પણ તૂટી ગયા હતા.

mumbai

સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હજુ ઘણાં લોકો ફસાયેલા હોવાનો ભય વ્યક્ત કરાઇ રહ્યો છે. જોકે, ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ કરી દીધું છે.14