રાજ્ય નું 55.88 ટકા તો 73.50 ટકા સાથે સુરત જીલ્લો અવ્વલ રહ્યો

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પરિણામ જાહેર કરવામાં આશ્ચર્ય જનક નિર્ણયો લીધા છે.ધો.12 સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર થશે કે પછી થોડા સમય બાદ જાહેર કરવામાં આવશે તે અસમંજસ વચ્ચે બોર્ડની વેબ સાઈટ ના માધ્યમ થી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.88 ટકા રહ્યું છે જયારે સમગ્ર રાજ્ય માં 73.50 ટકા સાથે સુરત જીલ્લા નું રીઝલ્ટ સૌથી વધુ નોંધાયું છે.નર્મદા જીલ્લા ના રાજપીપળા નું સૌથી ઓછું 21.59 ટકા પરિણામ આવ્યું છે.

ધો.12 સામાન્ય પ્રવાહ માં 3,31,778 પરિક્ષાર્થી ઓ એ પરિક્ષા આપી હતી જે માં વિદ્યાર્થીઓ 61.38 ટકા અને વિદ્યાર્થીની ઓ 77.32 ટકા ઉતિર્ણ થઇ ને છોકરાઓ ને પાછળ છોડી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડ ના ઈતિહાસ માં પ્રથમ વખત ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારના બદલે સાંજે જાહેર થયું હતું,જયારે ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામ અગાઉ ધો.10 SSC નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.