મહારાષ્ટ્રના વર્ધામાં આર્મીના હથિયાર ડેપોમાં આગ લાગતા 17 લોકોના મોત થયા છે. જેમાં બે અધિકારી અને 15 જવાનોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં કુલ 19 લોકો ઘાયલ થયા સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સેનાનો હથિયાર ડેપો હોવાથી તેમાં મોટા પ્રમાણમાં દારૂગોળો અને વિસ્ફોટક સામાન અને સૈન્યનો સામાન હતો. જેના કારણે આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું.

આગમાં અત્યાર સુધી બે અધિકારીઓ સહિત 15 જવાનો પણ ભૂંજાઇ ગયા છે. આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સોમવારે રાત્રે લાગેલી આ આગ આર્મીના એમ્યુનેશન ડેપો સુધી પહોંચી ગઇ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ અંગે સેનાએ ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ આપ્યો છે.