સૌ સાથે મળીને વધુમાં વધુ વૃક્ષ વાવીને માં ધરતીની શોભા સહીત વાતાવરણની રક્ષા નો સંકલ્પ કરીએ
5મી જુન વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી આમ તો વિશ્વ ભરમાં કરવામાં આવે છે,અને વધતા જતા ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા અંગે સમગ્ર વિશ્વ ચિંતિત છે.વાતાવરણ ની અસમતુલા એ કુદરતી ચક્રને જ ખોરવી નાખ્યું છે.ત્યારે હવે લોકો પણ સમજી શક્યા છે કે વધતા પ્રદુષણ ને અટકાવવા માટે વૃક્ક્ષો તો વાવવા જ પડશે.
પ્રિય મિત્રો,5મી જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલે આપ સૌના સાથ સહકાર સાથે ઉજવવા નું નક્કી કર્યું છે.ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ,ગુજરાત પોલીસ ના સહયોગ થી પોલીસ મથકો,GPCB કચેરી તેમજ ઉદ્યોગો સહીત ના વિસ્તારો માં વૃક્ષા રોપણ કરીને પૃથ્વીને હરીયાળી બનાવવા નો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવશે.
વિશ્વ પર્યાવરણ દિવસે આપ વૃક્ષા રોપણ નો એક ફોટો કે સેલ્ફી અમને અમારા વોટ્સ એપ નંબર :-99784 32966 અથવા ઇમેલ admin@connectgujarat.com પર મોકલી શકો છો.અમે અમારા ન્યુઝ પોર્ટલ www.connectgujarat.com અને ફેસબુક પેજ “>www.facebook.com/ connectgujarat પર આપની વૃક્ષા રોપણ ની તસવીર પ્રસિધ્ધ કરીને આપના આ પ્રયાસને બિરદાવ શું.
