સમાજને સંગઠિત, શિક્ષિત બનવા માટે આહવાન કરાયું
યુ.કે.ના લેસ્ટર ખાતે ભરૂચી વ્હોરા પટેલોનું પ્રથમ વાર સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યા માં વ્હોરા પટેલો ઉમટી પડયા હતા.
લેસ્ટર ખાતેની લો ફર્મ ના ડાયરેકટર રફીકભાઈએ આ પ્રસંગે સમાજના બાળકો હાયર એજયુકેશન લઈ સમાજને શિક્ષિત બનાવવા અને પોતાની ફર્મ તરફથી આ સંગઠનને બનતી તમામ સહાય કરવા માટે જણાવ્યું હતું.
ભારતનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય મહેમાન ઈકબાલ પાદરવાલાએ દાનની રકમનો સમાજ માં ગરીબી દુર કરવા અને ગરીબોને પગભર કરવા માટે ગૃહઉધોગ દ્વારા પાપડ, અથાણા, મરી મસાલા ના ઉત્પાદન અને માર્કેટીંગ દ્વારા સ્વરોજગારી ઉભી કરવા પર ભાર મુક્યો હતો.
સમાજના દાનવિર મરહૂમ અહમદજી કહાનવાલા અને નાથલીયા શેઠની સેવાઓને યાદ કરી લેસ્ટરના યુવાન ઉધોગપતિ શાજીદ પટેલે પોતાની આગવી શૈલીમાં સમાજને સંગઠીત બનવા પર ભાર મુકી જણાવ્યું હતું કે સમાજ સંગઠીત હશે તો ગમે તે કાર્ય કરી શકાશે માટે પ્રથમ સંગઠીત બની એક કોમ્યુનિટી સેન્ટર બનાવી સમાજના નવયુવાનો માટે સ્પોટર્સ ક્લબ, મેરેજ બ્યુરો , વૃધ્ધો માટે ક્લબ બનાવી સમાજ ને વિક એન્ડના અથવા સામાજીક પ્રસંગ ટાણે એકજ જગ્યાએ ભેગા મળે એવું પ્લેટફોર્મ બનાવવા ઉપર ભાર મુકી આપણી નવી પેઢીને આપણી સંસ્કૃતિમાં રસ લેતા કરવા જણાવ્યુ હતું.
આ પ્રસંગે ઉધોગપતિ અને માજી કાઉન્શીલર હુશેનભાઈ, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ યાકુબભાઈ દસુ, મેહબુબભાઈ અકુજીએ સમાજના સંગઠન પર ભાર મુકયો હતો. અંત માં સમાજ ના ગૌરવવંતા આલીમ અને PHD ડો. અશરફ સાહેબે શિક્ષણ અને સંગઠનનું મહત્વ સમજાવ્યું હતું.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/06/vohra-samaj2.jpg)