રમઝાન માસ નો અંતિમ અશરો હવે પૂર્ણતા ના આરે છે ત્યારે મુસ્લીમ સમાજ માં શબેકદ્ર અને ઈદ ને આવકારવા અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.રમઝાન ઈદ ને હવે માત્ર ગણતરી ના દિવસો જ બાકી છે જેને અનુલક્ષી ને મુસ્લીમ બિરાદરો દ્વારા પોતાના શેરી,મહોલા,તેમજ મસ્જીદ મકબરાઓ ને રોશની થી સુસજ્જ કરવવામાં આવ્યા છે.
જે અંતર્ગત ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના સારણ ગામે આવેલ મસ્જીદ ને સુંદર રોશની નો શણગાર થી સજાવવા માં આવી છે.
