રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજનૈતિક સેક્રેટરી અહેમદ પટેલે રમઝાન ઇદ, જગન્નાથજીની યાત્રા અને કચ્છી નુતન વર્ષના ત્રિવેણી પર્વ નિમિત્તે જાહેર જનતાને શુભેચ્છા પાઠવી છે.
રમઝાન ઇદની શુભેચ્છા પાઠવતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રમઝાન માસ દરમિયાન કરવામાં આવેલા રોઝા-ઇબાદતને અલ્લાહ-તાલા દ્વારા કબૂલ કરવામાં આવે તેમજ ખુશીના આ પર્વમાં ભાઇચારાની ભાવના વધુ પ્રબળ કરે તેવી દુઆ કરી છે.
વધુમાં અહેમદ પટેલે જણાવ્યું હતું કે ઇદના દિવસે જ અષાઢી સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રાનો પાવન અવસર છે. રમઝાન ઇદ અને જગન્નાથની યાત્રાના સુભગ સમન્વયને તેમણે બંને કોમના લોકોના કોમી એખલાસ અને એકતાના પ્રતિક સાથે સરખાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે કચ્છી માંડુઓના નુતનવર્ષ માટે પણ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વખતે 6 જુલાઇના રોજ રમઝાન ઇદ, જગન્નાથની રથયાત્રા અને કચ્છી નુતન વર્ષ ત્રણેય પાવન અવસરોનો સુભગ સમન્વય સર્જાયો છે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/1a19a1a5-981a-4312-86b6-45af5173043d.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/download-3.jpg)