Connect Gujarat
દેશ

એક દાયકા થી વધુ જુના વાહનો પરત કરી નવા ખરીદવાની યોજના પર અમલ માટે કવાયત શરૂ

એક દાયકા થી વધુ જુના વાહનો પરત કરી નવા ખરીદવાની યોજના પર અમલ માટે કવાયત શરૂ
X

જુના વાહનો પરત કરી ને નવું વાહન ખરીદવા પર 8 થી 12 ટકા સુધી ની રાહત પણ મળશે

દેશ નાં માર્ગ પર એક દાયકા કરતા પણ વધુ જુના અને ખખડધજ વાહનો દોડી રહ્યા છે અને જીવના જોખમે પણ વાહન ધારકો આવા વાહનો નો ઉપયોગ કરી રહ્યા છે,ત્યારે કેન્દ્રીય પરિવહન અને રાજ માર્ગ મંત્રાલય દ્વારા આવા વાહનો પરત ખેંચી ને નવું વાહન ખરીદનાર ને 8 થી 12 ટકા સુધીની રાહત આપવાની યોજના માટે ના ચક્રો ગતિમાન કર્યા છે.

એક ખાનગી ન્યુઝ ચેનલ ને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી એ જણાવ્યું હતું કે વોલેન્ટરી વ્હિકલ ફ્લીટ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (VVMP) અંતર્ગત જુના વાહન ને પરત કરીને નવા વાહન ની પડતરમાં 8 થી 12 ટકા સુધી ની રાહત નવું વાહન ખરીદનાર ને મળી શકે છે.આ નીતિ પર્યાવરણ માટે પણ લાભકારક બની રહેશે,તેમજ તેના થી ત્રણ પ્રકારના લાભો મળશે જેમાં વાહનોના સ્ક્રેપ મુલ્ય,વાહન મેન્યુફેક્ચર્સ દ્વારા ખાસ છૂટ તથા એકસાઈઝડયૂટી માં આંશિક રાહત મળશે.

31મી માર્ચ 2005 કે તે પહેલા જે વાહનો ની ખરીદી થઈ છે તેના ઉપર આ સ્કીમ લાગુ પડશે.અને જુના વાહનો સરેન્ડર કરનાર ને નવા વાહનની કુલ કિંમતમાં 8 થી 12 ટકા ની રાહત મળશે.આ યોજના નો અમલ આવનાર દિવસો માં થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.અને તમામ પ્રકારના વાહનો ને આ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.

Next Story