વેજ કોલ્હાપુરી બનાવવા માટેની સામગ્રી
– 5થી 6 ટામેટાં
– 5 થી 6 કેપ્સિકમ
– 5 થી 6 ડુંગળી
– 5 કપ બાફેલા શાકભાજી( ગાજર, ફણસી, વટાણા, ફ્લાવર)
– 1 ચમચી લસણની પેસ્ટ
– 3 ચમચી ડુંગળીની પેસ્ટ
– 2 ચમચી ટામેટાંની પેસ્ટ
– 1 ચમચી લાલ મરચું
– ½ અડધી ચમચી હળદર
– 1 ચમચી ગરમ મસાલો
– 1 ચમચી ધાણાજીરું
– 1 ચમચી કસૂરી મેથી
– 1 ચમચી કોથમીર
– 2 સૂકા લાલ મરચાં
– 100 ગ્રામ પનીર
– 3 ચમચી તેલ
– સ્વાદાનુસાર મીઠું
વેજ કોલ્હાપુરી બનાવવા માટેની રીતઃ
– સૌપ્રથમ ટામેટા, ડુંગળી અને કેપ્સિકમના મોટા ટુકડા કરી લો. બાફેલા શાકના પણ મોટા ટુકડાં કરવા.
– કઢાઇમાં તેલ મૂકી તેમાં સૂકા મરચાં સાંતળવા.
– ત્યારબાદ ડુંગળીની પેસ્ટ, લસણની પેસ્ટ નાંખી સાંતળવું.
– પેસ્ટ બ્રાઉન કલરની થાય ત્યારે અંદર ટામેટાંની પેસ્ટ નાંખવી.
– ત્યારબાદ તેમાં ડુંગળી, કેપ્સિકમના મોટા ટુકડા નાંખી સાંતળવા. તે ચઢી જાય પછી ટામેટાં નાંખવા.
– ટામેટાં ચઢે પછી લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને ધાણાજીરું નાંખવું.
– મસાલો એકરસ થાય ત્યારબાદ તેમાં કસૂરી મેથી અને મીઠું નાંખવું.
– હવે બાફેલા શાકભાજી અને પનીર નાંખી થોડીવાર ચઢવો.
– વેજ કોલ્હાપુરી તૈયાર છે. કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
