ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં હવામાં એક ગોળાકાર ઉડતી તકતી દેખાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. કાસગંજ જિલ્લાના નગરિયા ગામમાં વોટ્સ એપ પર એક ફોટો વાઇરલ થયો છે જેમાં આકાશમાં એક ગોળાકાર તકતી મતલબ કે યુએફઓ (અનડિફાઇન્ડ ફ્લાઇંગ ઓબજેક્ટ) જોવા મળ્યું હતું.
આ વાતની જાણ જિલ્લા અધિકારીને થતાં તેમણે પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે યુએફઓનો ફોટો લેનારની શોધ આદરી છે. જોકે, જેણે આ ફોટો લીધો હતો તેનો હજી સુધી કોઇ પત્તો નથી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 2013માં ભારતીય સેનાએ લદાખમાં ચીનની બોર્ડર પાસે યુએફઓ જોયું હોવાનો દાવો કર્યો હતો.જોકે ભારે આશ્ચર્ય ની સાથે સોશિયલ મીડિયામાં ફરતી થયેલી આ તસવીર સત્ય ઘટના છે કે પછી ફોટોશોપ ની કમાલ છે તેતો તપાસ બાદ જ જાણી શકાશે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/36589500-a74b-4e33-9e5e-14b557dd7f1a.jpg)