દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પરિવાર અને કુમાર વિશ્વાસ સાથે ગુજરાતની મુલાકાતે આવેલા છે. શનિવારે સવારે કેજરીવાલ પરિવાર સાથે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ દર્શનાર્થે સોમનાથ જવા રવાના થયા હતા.
કેજરીવાલ 10 જુલાઇએ સુરતમાં વેપારીઓની મુલાકાત લેવાના હતા જે કેન્સલ થઇ છે. જોકે, કેજરીવાલના જણાવ્યા મુજબ સીએમ આનંદીબેને તેમની સુરત મુલાકાત કેન્સલ કરાવી છે.
કેજરીવાલ પરિવાર સાથે સોમનાથના દર્શન કરી ધ્વજારોહણ કરશે. ત્યારબાદ તેઓ પ્રભાસપાટણમાં જાહેરસભાને સંબોધન કરશે. રાજકોટમાં દિલ્હીના મુખ્યપ્રધાનની મુલાકાતને લઇને સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો હતો.
