ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકાના દહેજ,વિલાયત સહિત ના સ્થળો એ ઔદ્યોગિક વસાહતો ધમધમી રહી છે.પરંતુ તેમછતાં સ્થાનિક યુવાનો રોજગારી થી વંચિત રહેતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના લખી ગામ ના યુવાનો એ જીલ્લા કલેક્ટર ને એક આવેદન પત્ર પાઠવ્યું હતું અને રોજગારીની માંગ કરી હતી.તેઓએ આવેદન પત્ર માં જણાવ્યું હતું કે દહેજ,વિલાયત સહિત ના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે.તેમજ ઉદ્યોગો માટે તેઓએ પોતાની જમીનો પણ સંપાદન કરી છે,તેમ છતાં તેઓએ ને સ્થાનિક ઉદ્યોગો દ્વારા રોજગારી આપવામાં આવતી નથી.

લખી ગામના યુવાનો શિક્ષિત અને ટેક્નિકલ જ્ઞાન ધરાવતા હોવા છતાં ઉદ્યોગો દ્વારા રોજગારી આપવામાં ઠાગા ઠૈયા કરવામાં આવી રહયા હોવાના આક્ષેપો સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવીને રોજગારીની માંગ કરી હતી.