રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના કાફલાની એક કાર દાર્જીલિંગમાં ખાઇમાં પડી ગઇ હતી. અકસ્માત થયો ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કેસરીનાથ ત્રિપાઠી પણ રાષ્ટ્રપતિ સાથે હતા.
દાર્જીલીંગથી 17 કિમી દૂર સોનાડા ખાતે ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર રોડ પરથી ઉતરી જઇને ખાઇમાં પડી ગઇ હતી. રાષ્ટ્રપતિનો કાફલો જ્યારે દાર્જીલીંગથી બાગડોગ્રા જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
Car in President’s carcade from Darjeeling to Bagdogra goes off road, minor injuries to security personnel; #PresidentMukherjee safe
અકસ્માત બાદ તરત જ રાષ્ટ્રપતિના એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને જાણ કરવામાં આવી હતી કે અકસ્માતમાં રાષ્ટ્રપતિ સહિત બધા સલામત છે. આ અકસ્માતમાં સુરક્ષા કર્મચારીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
