સરકારી જમીન પર બાંધકામ કરનાર સામે મામલતદાર દ્વારા કાર્યવાહી કરાઈ

અંકલેશ્વર નગર પાલિકા ની હદ માં આવતા નવીનગરી ખાતે સરકારી જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હતું જેને મામલતદાર દ્વારા તોડી ને દૂર કરવામાં આવતા દબાણ કરતા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો હતો.

4

અંકલેશ્વર નગર પાલિકા ની હદ માં આવતા નવી નગરી વિસ્તાર ના પ્લોટ નંબર 48 ની જમીન મામલતદાર હસ્તક ની એટલે કે સરકારી જમીન છે પરંતુ આ વિસ્તારમાં રહેતા મોહન કુમાવત દ્વારા તંત્ર ની પરવાહ કર્યા વગર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું,જે અંગે પાલિકા ના એન્જીનીયર રમણ પટેલ દ્વારા મામલતદાર માં ફરિયાદ કરવામાં આવી હતી.

મામલતદાર એ.કે.ગૌતમ અને તેઓની ટીમ દ્વારા તારીખ 18મી જુલાઈ ના રોજ આ બાંધકામ ને જેસીબી મશીન દ્વારા તોડીને દૂર કરવામાં આવ્યું હતું.આ અંગે મામલતદાર એ.કે.ગૌતમે જણાવ્યું હતું કે દબાણ કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી માટે ની તજવીજ હાથ ધરવામાં આવી છે.