ઈન્ક્મ ટેક્ષ રિટર્ન્સ ફાઈલ કરવા માટે ઓનલાઇન સિસ્ટમ કાર્યરત
એકાઉન્ટ ઓડિટ સિવાય ના વ્યક્તિ, સંસ્થા સહિત વ્યવસાય કરતા અને રિટર્ન્સ ફાઈલ કરતા કરદાતા ઓ માટે 31મી જુલાઈ આયકર રિટર્ન્સ ફાઈલ કરવાની અંતિમ તારીખ છે.
તાજેતર માં કેન્દ્ર સરકાર દ્વારા બ્લેક પ્રોપર્ટી કે નાણું જાહેર કરવા માટે સપ્ટેમ્બર નો મહિના સુધી સ્વૈચ્છીક રીતે જાહેર કરવાની સૂચના આપી છે અને ઈન્ક્મ ટેક્સ રિટર્ન્સ માટે પણ ઓનલાઇન સિસ્ટમ વકસાવી ને કાર્ય પદ્ધતિ સરળ બનાવી છે.ધીમે ધીમે ભારત સરકાર દ્વારા ઉલ્લેખનીય ફેરફારો કરીને દેશ નું આર્થિક પાસુ મજબુત કરવા તરફ ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અને લોકો પણ આ સંદર્ભે વધુ જાગૃત બને તેવા પ્રયત્નો કરાઈ રહયા છે.
હવે સામાન્ય કરદાતા ઓ માટે રિટર્ન્સ ફાઈલ કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ નક્કી કરવામાં આવી છે.ઓડિટ એકાઉન્ટ સિવાય ના જે કરદાતા ઓ છે તેમના માટે 31મી જુલાઈ સુધી એસેસમેન્ટ યર 2016-2017 નું રિટર્ન્સ ફાઈલ કરવાના રહેશે,હવે ઓનલાઇન સિસ્ટમ હોવાથી રિટર્ન્સ ફાઈલ માં પણ સરળતા રહેતી હોવાનું જાણકારો કહી રહ્યા છે.
