Connect Gujarat
દુનિયા

ઓનર કિલીંગ.....કિલીંગ ફોર ઇગો!

ઓનર કિલીંગ.....કિલીંગ ફોર ઇગો!
X

પાકિસ્તાનની સોશિયલ મીડિયા સેલેબ્રિટી અને મોડેલ કંદિલ બલોચની તેના ભાઇએ જ હત્યા કરી હતી.પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું કે પોતાની બહેનને મારવાનો તેને કોઇ અફસોસ નથી.આ બાબતની ચર્ચા ભારતમાં પણ ચારેકોર થઇ રહી છે.

પરંતુ ભારતના અંતરિયાળ ગામોમાં આ કોઇ નવાઈ ની વાત નથી. ગામડાઓમાં શું મોટા શહેરોમાં પણ આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે. ફર્ક માત્ર એટલો જ ગામડાઓમાં જ્ઞાતિ અને ધર્મના વડાઓ હોય છે જ્યારે શહેરોમાં માનમોભો અને સંપત્તિના વડા હોય છે.

ઓનર કિલીંગ મીન્સ કિલીંગ ફોર ઓનર.પોતાના સ્વજનની હત્યા કરીને ઓનર કેવી રીતે બચાવી શકાય?

ઇટસ નોટ ઓનર કિલીંગ ઇટસ ઇગો કિલીંગ........કિલીંગ ફોર ઇગો..ઘરની દીકરી પોતાની મરજીથી જીવન જીવવાનું નક્કી કરે કે પછી લગ્ન કરે તેમાં ઇજ્જત કેમની જતી રહે છે એ મને આ જ સુધી સમજાયુ નથી.

લોકો તમારી વાતો કરતા હોય એને તમે ઇજ્જત-આબરૂનું નામ આપતા હોય તો આ દુનિયામાં બધાની ઇજ્જત જીંદગીમાં ક્યારેક તો જાય જ છે.

h1

પેલા ગધેડાવાળી વાર્તા તો બધાએ સાંભળી જ હશે કે બાપ-બેટા બંને ગધેડુ લઇને જતા હતા. બંનેમાંથી બાપ ગધેડા પર બેસે તો લોકો કહે, “કેવો બાપ છે જવાન પુત્ર ચાલે છે અને બાપ ગધેડા પર બેઠો છે.” છોકરો ગધેડા પર બેસે તો લોકો કહે, “કેવો પુત્ર છે બાપ ચાલે છે અને બેટો બેઠો છે.”બંનેમાંથી કોઇએ ગધેડાની સવારી ના કરી તો લોકો કહે, “કેવા મૂરખા છે છતાં ગધેડે ચાલીને જાય છે.” પછી બંને ગધેડા પર બેસે છે તો લોકો કહે છે કે, “કેવા દયા વગરના લોકો છે બિચારા ગધેડા પર બંને બેસી ગયા છે.”

દુનિયાની મહાન હસ્તીઓમાંથી પણ કોઇ નિંદામાંથી બાકાત રહ્યું નથી. ગાંધીજીથી માંડીને જીસસ સુધી બધા જ તેનો ભોગ બન્યા છે. જરૂરી નથી કે જે કામની લોકો નિંદા કરે તે કામ અયોગ્ય જ છે! લોકો તો ઇર્ષ્યામાં પણ નિંદા કરે છે.

અને સૌથી વિચિત્ર બાબત તો એ છે કે ઓનર કિલીંગના નામે માત્ર દીકરીઓ નો જ ભોગ લેવાય છે, દીકરાઓનો નહી.

જો તમારી દીકરી કોઇને પસંદ કરે છે તો તેનો અર્થ ક્યારેય એવો થતો નથી કે તમારી વિરુદ્ધ થઇ ગઇ. જો તે તમારી ભાવનાઓની કદર કરે છે તો તમે પણ તેની ભાવનાઓની કદર કરી તેને સમજવાની કોશિશ કરો. જરૂરી નથી કે તે પોતાની પસંદગીમાં સાચી જ હોય. પરંતુ માત્ર જ્ઞાતિ અને ધર્મના ચશ્મા પહેરી તેની પસંદગીનો એક્સ રે ન કાઢો.ઉપરાંત આજ ના શૈક્ષણિક યુગમાં પણ એકલી રહેતી સ્ત્રી ને પણ સંસ્કારો નું આવરણ પહેરી ને તેની સામે ખરાબ નજરે જોનારાઓ ની પણ અહીંયા ખોટ નથી.દીકરા આખા ગામ માં અડધા કપડાં પહેરીને ફરે તેને ટોકવા વાળુ કોઈ નથી હોતું પરંતુ જ્યારે દીકરી જીન્સ પેહરે તો ગંદી કોમેન્ટ કરવામાં વરૂ સમાન તત્વો પાછુંપાણી નથી કરતા અને આ આવા લોકો છેકે મોર્ડન લૂક તો છોડો ભારતીય પહેરવેશ ધારણ કરનાર સ્ત્રી ને પણ ગંદી નજરથી જોતા હોય છે અને સમાજ સામે સભ્યતા સંસ્કારો નો ખોટો રોફ ઝાડતા હોય છે.

દીકરીઓ અને મહિલાઓને ઘરની ઇજ્જતની લેબલ આપવા કરતા તેમની ભાવનાઓ, ઇચ્છાઓને ઘરમાં અને સમાજમાં ઇજ્જત આપો તે મહત્વનું છે.

Next Story